NEW SALARY SCALE

છેલ્લા કેટલાક દિવસોથી ઉપરના સમાચાર વિવિધ માધ્યમોમાં પ્રસારિત થઇ રહ્યા છે. રોજ લગભગ દસેક કોલ આ વિશેની પુછપરછ માટે આવે છે, આ સાચુ છે? કે નહી?
મુળ ન્યુનતમ વેતન અધિનિયમ (Minimum Wages Act, 1948) ની જોગવાઇઓ પ્રમાણે કેન્દ્ર સરકાર દર મહિને છ મહિના મોંઘવારી ના દરમાં વધારો કરે છે અને શ્રમિકોના પગારમાં મોંઘવારી પ્રમાણે પગાર ફિક્સ કરે છે. સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું જાન્યુઆરી અને જુલાઇ માં વધે છે. જ્યારે શ્રમિકોનું મોંઘવારી ભથ્થુ એપ્રિલ અને ઓક્ટોબર માં વધે છે. 
કેન્દ્ર સરકારે લગભગ બેતાળીસ કાયદાને ચાર કોડમાં સંકલિત કર્યા છે જેમાં ન્યુનતમ મજદુરી વેજ કોડમાં જાહેર કરવામાં આવશેં

દરેક કોડ કે કાયદો બને એના નિયમો પણ બનાવવા પડે. ખાસ કરીને Concurrent યાદીમાં સામેલ વિષયો પર હંમેશા નિયમો બનાવવામાં આવે છે.
સરકારના ચારેય કોડ ના પ્રારુપ (ડ્રાફ્ટ) નિયમો ડિસેમ્બર માં ગેઝેટે નોટિફિકેશન દ્રારા જાહેર કર્યા છે અને તેની પર પ્રજા અને સ્ટેક હોલ્ડર ના અભિપ્રાય માંગ્યા છે. પિસ્તાળીસ દિવસ પછી તો પ્રારુપ નિયમો ફાઇનલ બની જશે. આ સમય મર્યાદા પુરી થઇ ગઇ હોવા છતાં નિયમો બન્યા નથી.
ભારત સરકારનું શ્રમ મંત્રાલય બહુ જોરશોરથી પ્રયત્નો કરી રહ્યું છે. હાઇકોર્ટમાં કોડને પડકારતી પીટીશનો પણ થઇ છે. તેથી નિયમો ફાઇનલ કરવામાં મોડું થઇ રહ્યું છે.
મુશ્કેલી એ છે સરકારે એક સુધાર કાયદા દ્રારા ન્યુનતમ મજદુરી અધિનિયમ ૧૯૪૮ ને રદબાતલ કરી દીધો છે અને નવા કોડના નિયમો બન્યા નથી, તેવા વેક્યુમ સ્થિતિમા ૧/૪/૨૦૨૬ થી લાગુ થતા મોધવારી ભથ્થામાં કેવી રીતે સરકાર વધારો કરશે એ મુળ પ્રશ્ન છે.
જો કે સરકાર ચાહે તો વેજ કોડના આધારે ન્યુનતમ મજદુરીના દરો જાહેર કરી શકે છે.
તેમ છતા ઉપરના દરો દરેક જગ્યાએ લાગુ પડી શકે નહી. સરકારે પણ એ, બી અને સી વિસ્તાર જાહેર કર્યા છે. એ મુજબ ઉપરના દરો નવી દિલ્હી કે મુંબઇ જેવા શહેરોને લાગુ પડી શકે છે.